હળવદના ઢસી રણમાં વિડિયો બનાવી ચારિત્ર્યની શંકાથી કંટાળીને પતિ-પત્નીએ આપઘાત કર્યો હોવાનો ખુલાસો
હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં અગરનું કામ કરતા દંપતીનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આ બનાવ આપઘાતનો હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતીએ પહેલા તેમના બે પાડોશી દંપતીની ચરિત્ર્ય પર શંકા અને ઝગડો તેમજ ત્રાસથી કંટાળીને દવા પી આપઘાત કરી લેતા હોવાનો વીડિયો ક્લીપ બનાવીને આપઘાત કર્યો હોવાનું બહાર આવતા હાલ મૃતકના ભાઈએ બે પાડોશી દંપતી વિરુદ્ધ મરવા મજબુર કર્યા હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ગામ બુટવાડા અને હાલ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ સુરાણી (ઉ.વ.૨૪) એ આરોપી માવજી નાનજી, ચંપાબેન માવજીભાઈ, મુરીબેન નાનજીભાઈ, નાનજીભાઈ જીવાભાઈ રહે બધા ટીકર તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સમય પહેલા કોઈપણ સમયે ફરીયાદીના ભાઇ ભાભી સાથે ભાભી સરોજબેનના ચારીત્ર્ય બાબતે આ કામના આરોપીઓએ ભુંડી ગાળો આપી ઝગડો તકરાર કરી બંનેને મરવા માટે મજબુર કરતા ફરીયાદીના ભાઇ તથા ભાભીએ વિડીયો કિલીપો બનાવી આરોપીઓના માનસિક ત્રાસના કારણે મરવા મજબુર કરેલ હોવા અંગેની કીલીપો બનાવી બંને જણાએ દવા પી લઇ આપધાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાજુભાઇએ આરોપી પાડોશી દંપતી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૦૬,૫૦૪,૧૧૪,મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.