Wednesday, June 18, 2025

હળવદના ભલગામડા ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ભલગામડા ગામે મોટરસાયકલ ભટકાવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા બંને પક્ષો દ્વારા સામસામે મારામારી કરી હળવદ પોલીસ મથકમાં એકબીજા વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વિજયભાઇ ઉર્ફે કાળુ ઉર્ફે ભાણો રમેશભાઈ ઉધરેજા (ઉ.વ.૩૧) રહે. ભલગામ તા. હળવદ વાળાએ તેમના જ ગામના આરોપી હિતેશભાઈ મુકેશભાઈ કોળી, ભુપતભાઇ હરખાભાઈનો દીકરો, વિનુભાઈ હરખાભાઈ કોળી, ભુપતભાઇ હરખાભાઈ કોળી, મનાભાઈ હરખાભાઈ કોળી, પ્રવિણભાઈ અરજણભાઇ કોળી, બાલાભાઈ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદી ચોકડીએથી મોટર સાયકલ લઇને આવતો હતો ત્યારે આરોપી હિતેશભાઈ તથા આરોપી ભુપતભાઈનો દિકરો ચાલીને જતા હતા ત્યારે ફરીયાદીના બાઇકનો અરીસો આરોપી ભુપતભાઇના દીકરાને અડી જતા આરોપી હિતેશભાઈ તથા આરોપી ભુપતભાઇના દિકરો બન્ને એ ફરીયાદીને ગાળ આપતા ફરીયાદી ગાળો બોલવાની ના પાડતા ફોન કરી આરોપી વિનુભાઈ, ભુપતભાઇ,મનાભાઈ ને બોલાવતા આરોપી વિનુભાઈએ પોતાના હાથમા રહેલ પાઇપ ફરીયાદીના માથાના ભાગે મારેલ અને ફરીયાદીના મામા પ્રભુભાઇ સમાધાન માટે આવતા આરોપી ભુપતભાઇ એ પ્રભુભાઇને ડાબા પગે કાટાળી લાકડી તથા આરોપી મનાભાઈએ પોતાના હાથમા રહેલ લાકડી પ્રભુભાઇને માથામા મારેલ ત્યા આરોપી પ્રવિણભાઈ તથા બાલાભાઈ ત્યા આવી આરોપી પ્રવિણભાઈએ ફરીયાદીને માથાના ભાગે પાઇપ મારેલ અને ફરીયાદીનો મામાના દિકરા હરેશ છોડાવતા આવતા આરોપી બાલાભાઈએ વાસાના ભાગે લાકડી મારેલ આ વખતે અન્ય માણસો આવી જતા આરોપીઓએ વધુ માર મરી શકેલ નહી અને આરોપીન ભુપતભાઈના દિકરાએ કહેલ કે હવે જો મોટર સાયકલ ભટકાડીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વિજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ભુપતભાઇ હરખાભાઈ ખાંભડીયા (ઉ.વ ૪૬)એ તેમના જ ગામના આરોપી વિજયભાઇ ઉર્ફે કાળુભાઇ રમેશભાઈ ઉધરેજા, પ્રભુભાઈ સુરાભાઈ દેત્રોજા, ગનાભાઈ સુરાભાઈ દેત્રોજા, હરેશભાઈ પ્રભુભાઈ દેત્રોજા, ગોપાલભાઈ રમેશભાઈ ઉધરેજા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીનો દિકરો ગામની ચોકડીએ પાંઉભાજી લેવા ગયેલ હોય ત્યારે તેની સાથે આરોપી વિજયભાઇએ મોટર સાયકલ ભટકાડી ઝઘડો કરેલ જેથી ફરીયાદી તથા સાહેદ આરોપી વિજયભાઇને સમજાવી તેને ઘરે મોકલેલ જે બાબતેનુ મનદુખ રાખી આરોપી પ્રભુભાઈ, ગનાભાઈ, હરેશભાઈ પોતાના હાથમા ધોકા લઈ ફરીયાદીના ઘર પાસે આવી તથા આરોપી ગોપાલભાઈ હાથમા છરી લઇ આવી છુટા પથ્થર ના ઘા કરી ફરીયાદી તથા સાહેદોને માથામા તથા શરીરે ઇજાઓ કરી તેમજ ફરીયાદી તથા સાહેદ તેના ઘરમા જતા રહેતા આરોપી પ્રભુભાઈ થી ગોપાલભાઈ નાઓએ ઘરમા ફળીમા પ્રવેશ કરી આરોપી પ્રભુભાઈએ સાહેદ વિનોદભાઇને માથામા ધોકાનો એક ઘા મારી ફુટની ઇજા કરી તથા આરોપી ગોપાલભાઈએ સાહેદ રણજીતભાઇને જમણા પગે જાંઘમા ઘા મારી ઈજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ભુપતભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર