હળવદમાં રખડતા ઢોરની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે હળવદમાં આખલા જાણે રસ્તા રોકો આંદોલન કરીને બેઠા હોય એમ જગ્યા રોકી ને બેઠા હોય છે
જ્યારે બીજી બાજુ હળવદમાં ખાણીપીણી ની દુકાનો વાળા ફ્રૂટ ની લારીઓ વાળા પાવભાજી ની લારી ઓ વાળા પોતાના ધંધા કરવા રસ્તા રોકી ને ઉભા રહે છે અને બગડેલા ફ્રૂટ તેમજ એઠવાડ જેવી વસ્તુઓ રોડ પર જ નાખી દેતા હોય છે ત્યારે આખલાઓ એ ખાવા માટે રસ્તા પર બાજતા હોય છે તંત્ર દ્વારા ખાણી પીણીના ફેરિયાઓ વાળા ફ્રૂટ ની લારીઓ પાવભાજી ની લારીઓ વાળા ની કોઈ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી આખલા રસ્તા પર રખડતા ભટકતા જોવા મળે છે આજ રોજ મેઈન બજાર ખાતે એક વૃદ્ધ ને આખલાએ અડફેટે લીધા વૃદ્ધ ને ઇજાગ્રસ્ત હાલતમા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ પહેલા પણ ઘણા લોકો આખલાના ત્રાસથી મૃત્યુ પામ્યા છે પરંતુ તંત્ર દ્વારા આની કોઈ જ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી તો દરેક સામાજિક સંસ્થાઓ વેપારી એસોસિએશન તેમજ ગામના મુખ્ય અગ્રણીઓ તંત્ર સાથે મળીને આ બાબતે નિરાકરણ લાવે અને હળવદ ના લોકો માટે આ એક મહત્વનું કાર્ય છે જે થી ઘણા લોકો ના જીવ બચી શકશે તો તંત્ર સહોયગ આપી આખલા પકડવા માટે વ્યવસ્થા કરે એવી લોક માંગ ઉઠવા પામી છે
રવિ પરીખ હળવદ
