હળવદ : જુની મામલતદાર ઓફિસમાં વર્ષ 2006 સાલમાં નાયબ મામલતદાર, 2 ક્લાર્ક તેમજ અન્ય ત્રણ શખ્સ મહેફિલ માણતા હતા જેને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી આ કેસ હળવદ કોર્ટમાં ચાલ્યો ગયો હતો હળવદ કોર્ટ દ્વારા તત્કાલીન નાયબ મામલતદાર, 2 ક્લાર્કઅને અન્ય ઇસમ વિરુદ્ધ કેસ ચાલતો હતો જે કેસ આજરોજ તારીખ 14/6/2022 ના રોજ હળવદના જ્યુડી.મેજીસ્ટ્રેટ ડો.લક્ષ્મી નંદવાણાની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા 8 મૌખિક તથા 9 દસ્તાવેજી પુરાવાઓને તથા સરકારી વકીલ એ.પી.માલવણિયાની દલીલોને ધ્યાને લઇન તત્કાલીન હળવદ મામલતદાર કચેરીના ક્લાર્ક અને હાલ મોરબી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ હરજીભાઈ સોનગરાને ત્રણ માસની સાદી કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે.
આ કેસમાં અગાઉ આરોપી વી.એસ.ખાંટ (તત્કાલીન નાયબ મામલતદાર અને હાલ નિવૃત ) તથા કે.બી.પાટડીયા(તત્કાલીન ક્લાર્ક)ને પણ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.હાલ આ કેસમાં આરોપી ધીરુભાઈ સોનગરાએ ઉપલી કોર્ટમાં અરજી કરવા સજા પર સ્ટેની માંગણી કરી હતી જેથી કોર્ટે પણ તેમની માંગણી ગાહ્ય રાખી હતી
