હળવદ : હળવદ ખાતે સેવાભાવી અને સમાજસેવી યુવાન તેમજ ભાજપ અગ્રણી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગુરુવારે હૃદયની તપાસના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પનો લાભ લેવા હળવદવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે.
આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબીના સહયોગથી મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આગામી તા. 28 એપ્રિલને ગુરુવારે સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી રાજોધરજી હાઇસ્કુલ, બસ સ્ટેશન પાસે, હળવદ ખાતે હૃદયની તપાસના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દરેક દર્દીને ECG એટલે કે હૃદયની પટ્ટી, RBS એટલે કે ડાયાબીટીસ અને BP એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 75750 88885 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
