હળવદ સુખપર પાસે કચ્છ થી અમદાવાદ જતું ટેન્કર લીકેજ હોવાની જાણ થતાં પોલીસ જવાન ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ની ટીમ ઘટના સ્થળે પહોચી હાઇવે ની એક સાઈડ માં ડાયવર્ઝન કરવામા આવેલ
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ અમદાવાદ હાઇવે ઉપર હળવદના સુખપુર નજીક વોટર પાર્ક સામે કંડલાથી કેમિકલ ભરી મહારાષ્ટ્ર તરફ જતા ટેન્કરને કોઈ વાહન સાઈડમાંથી ઠોકર મારી અકસ્માત સર્જતાં જલદ કેમિકલ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાવાની સાથે લોકોને ગભરામણ થવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો છે અને સાવચેતી માટે એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો છે
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...