રાજકીય સામાજિક આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
હળવદ: શકિતનગર આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌ શાળા ના લાભાર્થે ૧૮/૦૪ થી ૨૪/૪ સુધી રામદેવ રામાયણ કથા નો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા કથાનું અમુતપાન કરાવવામાં આવ્યું હતું.રામદેવ પીર બાબા નો જન્મ,રામદેવજી વિરમદેવજી ના વિવાહ, સગુણા બેન ના લગ્ન,હરજીભાઠી નું મિલન વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.રોજ સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું.
કથા ના સમાપન દિવસે ૫૧ કુંડી વિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવ્યું હતું. નકલંક ગુરૂધામ ના મહંત દલસુખરામ મહારાજ, પરમ પૂજ્ય ગુણવંતી દેવી લેસ્ટર,પીપળી ધામ મહંત વાસુદેવબાપુ, મુખી મહારાજ, તેમજ અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, યોગી મહારાજ તેમજ નકલંક ગુરુધામ ના સ્વયંમ સેવકો દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ સ્વયં સેવક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...