હળવદ ની સરકારી હોસ્પિટલમાં પાછળના ભાગમાં જ્યાં ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે ત્યારે સરકારી હોસ્પિટલની સામે આવેલા બગીચામાં કચરા પાણીની ખાલી પ્લાસ્ટિકના ઝબલા દવા ઇન્જેક્શન ના ખાલી બોક્સ સહિતના કચરો હોસ્પિટલ દ્વારા તેમજ આજુબાજુના વેપારીઓ પણ કચરો ઉઠાવે છે તેમજ સરકારી હોસ્પિટલના ઇલેક્શનના ખાલી બોક્સ દવાના બોક્સ પણ જોવા મળ્યા છે જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે
હળવદની સરકારી હોસ્પિટલમાં પાછળના ભાગમાં જ્યાં ત્યાં ગંદકીના જોવા મળે છે તેમજ પાનની પિચકારીઓ મારીને દર્દીઓ અને તેના સગાઓ સરકારી હોસ્પિટલના સ્ટાફના માણસો પણ પાન માવા ખાઈને પિચકારી મારે છે અને ગંદકી ફેલાવે છે ત્યારે સરકારી હોસ્પિટલની સામે આવેલ બગીચામાં પણ પ્લાસ્ટિકના ઝબલા પ્લાસ્ટિક ચાના કપ તેમજ વૃક્ષો નો કચરો તેમજ ઇંજેક્શન ખાલી બોક્સ દવાના ખાલી બોક્સ સહિતના કચરાના ઢગ જોવા મળે છે
તેમજ સરકારી હોસ્પિટલની બહાર પાછળ રોડ પર પથારી કરનાર વેપારીઓ પણ કચરો નાખીને ગંદકી ફેલાવે છે તેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ અંગે દર્દી ના સગા રાજુભાઈ. હસમુખભાઈ જણાવ્યા પ્રમાણે સરકારી હોસ્પિટલના બગીચામાં ઠેરઠેર દવાના બોક્સ તેમજ કચરાનો ઢગ જોવા મળે છે ત્યારે સરકારી હોસ્પિટલ નવા મુકાયેલ અધિક્ષક દ્વારા આ કચરાનો નિકાલ કરવામાં આવે તેમ જણાવ્યું હતું
રવિ પરીખ હળવદ
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...