મોરબીના જાકાસણીયા કેવલ તેજશભાઈ નામના તરુણે તા. 12/09/1899 ના રોજ ઉત્તર પ્રદેશના હેલી ગ્રાઉન્ડ ખાતે સવારના 7:54 વાગ્યે બનેલ ઘટનાનો ચિતાર રજુ કરતો લેખ “મૃત્યુનો ખેલ” લખવાની શરૂઆત કરી છે જેના અલગ અલગ ભાગ દર રવિવારે પ્રસિદ્ધ થશે ત્યારે આજે રવિવારે મૃત્યુનો ખેલ ભાગ-1 પ્રસિદ્ધ થયો છે તે કંઈક આવી રીતે છે…
આ વાત 1899 ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ખેડૂતો પર કરેલા અત્યાચાર વિષય પર છે. 12 સપ્ટેમ્બર 1899 ના રોજ સવારના 7:54 વાગ્યે ખેડૂતો દ્વારા ઉત્તર પ્રદેશમાં આંદોલન રચાયેલું હતું. આ નાટકમાં ભારતના ખૂણે ખૂણેથી ખેડૂતો આવેલા હતા. આ આંદોલન માત્ર ખેડૂતોને ન્યાય અપાવવા માટે રચવામાં આવેલું હતું તે સમયગાળા દરમિયાન અંગ્રેજો ખેડૂતો પર બહુ જોર-જુલ્મ કરતા હતા જેથી ખેડૂતો પરેશાન થઈને પોતાનું આંદોલન રચી રહ્યા હતા. આ નાટકને કારણે અંગ્રેજ સરકારની માથાદીઠ આવક રોકાઈ ગઈ હતી.
અંગ્રેજી અધિકાર ફ્રેન્ચ યુનિક બોલ્યો, “કિંગ, હવે આપણે ફસાઈ ગયા.
કિંગ : “કેમ ફ્રેન્ચ યુનિક”
ફ્રેન્ચ યુનિક :”કિંગ ,આપણે આ આંદોલનને બંધ કરાવી દઈએ તો પણ આપણી માથાદીઠ આવક બંધ થઈ જશે.”
ત્યારે અંગ્રેજો સંપૂર્ણ રીતે હાર માનવાના સંજોગોમાં પહોંચી ગયા, આથી અંગ્રેજ સરકારે ઘોષણા કરી કે ખેડૂતોને અન્યાય થતો રોકવા માટે તમારે આ આંદોલનને બંધ કરવું પડશે . બધા ખેડૂતો મોટેથી ના પાડવા લાગ્યા અને અંગ્રેજી અધિકારોને નિષ્ફળતા મળી. તેમાંથી એક અંગ્રેજી અધિકારી જેન્સ બોલ્યો.
જેન્સ : “કિંગ, આપણે નાટક રચનારા ખેડૂતોની પત્નીઓને ગિરફ્તાર કરીને તેને તડપાવી તડપાવીને મારી નાખી તો ? “
કિંગ :”આ વિચાર સારો છે”
કિંગે પોતાના 2000 અધિકારીઓને ખેડૂતોની પત્નીઓને લઈ આવવા માટે આદેશ આપ્યો. બીજા દિવસની સવારે ખેડૂતોની બધી પત્નીઓને ખીલામાં પરોવીને મારી નાખેલી લાશને ખેડૂતોની સામે લઈ આવ્યા. ખેડૂતોએ દિલ ઉપર પથ્થર રાખીને આંદોલન ચાલુ રાખ્યું.
બીજા દિવસે અંગ્રેજ સરકારે નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે તેવી રીતે ત્યાં પહોંચવું અને બધા ખેડૂતોને ગોળીઓથી મારી નાખવા, કોઈ પણ રસ્તામાં વચ્ચે અડચણરૂપ થાય તો તેને ત્યાં જ મારી નાખવા. આ આંદોલનમાં સૌથી વધારે પંજાબના ખેડૂતો હતા.
આઠમાં દિવસની રાત્રે પંજાબના લોકોએ અંગ્રેજોના પોલીસ સ્ટેશનમાં આગ લગાવીને ત્રણ હજાર કરતા વધુ અંગ્રેજ અધિકારીઓને મૃત્યુના ઘાટે ઉતાર્યા અને તેનો બદલો લીધો અને અંગ્રેજોએ પંજાબના લોકોને આજીવન જેલની સજા કરી…
મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂગર્ભ ગટર નવી નાખવા તથા મહેન્દ્રનગરમા નવો રોડ બનાવતા વરસાદી પાણી સોસાયટીમાં ઘુસી જાય છે જેનો નિકાલ કરવા વગેરે જેવી સમસ્યાઓનુ નિવારણ લાવવા મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ મોરબી...
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી...