આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે તેવી માહીતી મળી રહી છે.
મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં...