Monday, May 12, 2025

26,500 જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે કલેકટરને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ટેટ-ટાટ પાસ ૨૬,૫૦૦ જ્ઞાન સહાયક/કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા મોરબી જીલ્લા કલેકટર લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે ત્યારે ગુજરાતનું દરેક બાળક ગુણવતા યુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 26,500 જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોને નિમણૂક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો અને રાજ્યના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે.

ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના ઘરમાં કાયમી શિક્ષકની ભરતી રૂપી રોજગારીનો દીવો પ્રજવલિત કરવા માટે 26,500 જ્ઞાન સહાયક, કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ માટે સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા લેખિત રજુઆત કરી વિનંતી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર