આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે તેવી માહીતી મળી રહી છે.
મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો - બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ...
‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લાના ટંકારામાં ઓરપેટ કોમર્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે દરેક દીકરી માત્ર શારીરિક નહિ, આર્થિક રીતે પણ મજબૂત બની પોતાના હકો માટે જાગૃત રહે તથા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે...