સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. જેમાં 20 એપ્રિલે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. તો 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તો આ તરફ રાજ્યમાં હજુ પણ એક દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. સાથે સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યના કેટલાક શહેરોમાં આગામી એક દિવસ ગરમ પવન ફુકાઈ શકે છે.
