Sunday, December 8, 2024

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રીક્ષા અને બાઈક અથડાવા જેવી સામન્ય બાબતે યુવાન પર હુમલો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે બાઈક સાથે રીક્ષા અથડાવા જેવી સામન્ય બાબતમાં ત્રણ શખ્સોએ બે યુવાનો પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં બાઈક ચાલકે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા મનીષભાઈ પોપટભાઈ દંતેસરિયા (ઉંમર વર્ષ ૨૦) પોતાની શેરીની પાસે પોતાનું બાઇક લઇને ઉભેલા હતા ત્યારે ત્યાંથી કેશુભાઈ રામજીભાઈ દંતેસરીયા પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને તેઓની રીક્ષા બાઇકની સાથે અથડાઈ હતી જે બાબતે ફરિયાદી ઠપકો દેવા માટે ગયા ત્યારે કેશુભાઈ રામજીભાઈ દંતેસરીયા તેના પિતા રામજીભાઈ કાનજીભાઇ અને જીગ્ગો ઉર્ફે જેંતી દંતેસરીયા ત્રણયે ગાળો આપી હતી

અને કેશુભાઈએ પાઇપ વડે અરવિંદભાઈને હાથમાં ઈજા કરી હતી તેમજ જીગા નામના શખ્સે પથ્થર મારીને મોટર સાયકલમાં નુકસાનની કરી હતી જેથી કરીને ભોગ બનેલા મનીષભાઈએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા શોધખોળ શરૂ કરેલ છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર