રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.
ટ્રક માંથી દારૂની 19068 બોટલ પકડી પાડવામાં આવી
માળિયા મીયાણા તાલુકાની ભિમસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલીંયમના પાર્કિંગમાથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડયો જેમાં વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા 1,63,51,160 ના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ SMC પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી...
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર...