ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના માલધારી લોકોને બેઠા થાડે પ્લોટ ફાળવણીની સનદનું વિતરણકાર્યક્રમ ટંકારા ITI ખાતે સવારે યોજાયેલ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમનો પ્રારંભ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ પુંજાભાઇ માલમ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ , પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટંકારા મામલતદાર શુક્લ ,જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા ,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા ,અરવિંદભાઈ વાંસદડિયા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ પનારા, હીરાભાઈ ટમારિયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સરપંચ કાનાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. માલધારી સમાજના લોકોને સનદનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા તાલુકા વિકાસ અધિકારી એચ. ડી.જાડેજા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીમાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ એ કર્યું હતું
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે...
મોરબી જીલ્લામાં "અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" યોજી મોરબી પોલીસે કડક કાર્યવાહી કર હતી જેમાં સગીર વયના ૧૯ બાળકોના વાલી પર કેશ કરાયો, ૧૪ સ્કૂલ વાન ડીટેઈન કરાઈ હતી.
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ માટે “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા...