મોરબીના હળવદ પંથકમાં આવેલ સાગર ફૂડ કેમ નામની મીઠાની ફેકટરીમાં બુધવારે બપોરે દીવાલ પડવાની ઘટના બની હતી જેમાં 12 નિર્દોષ મજૂરના મોત થયા હતા.તો ધટના મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.18ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ મામલે આ ઘટનાને નજરો નજર નિહાળનાર અને પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ એવા સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ સનુરા, આસીફ ભાઇ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલીક, સંચાલકો,સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધમાં જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ 304, 308, 114 તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ 33 તેમજ 14 મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક યોગદાનથી થયેલ છે. સુંદર મજાનું વિશાળ પટાંગણ, પટાંગણમાં મસ મોટાં વૃક્ષો ઉભેલા છે, દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.
નુતન...