ટંકારા સહીત રાજ્યના VCE કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમકે ૭/૧૨ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કચેરીએ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે જેના પગલે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળે મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે.
ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મહેસુલમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વીસીઈની હડતાલ ચાલે છે જેથી ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં અવરોધ પેદા થાય છે. હાલ પાક ધિરાણની ફેરબદલીની મોસમ ચાલી રહી છે અને નેટ પ્રોબ્લેમ હોવાથી પ્રાઈવેટમાં પણ નીકળી સકતા નથી માટે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે જેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.
ટંકારામાં આવેલ યુવકના મકાન પર ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડનાર પાંચ ઇસમો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) એ આરોપી અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ...
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમો મીનપ્રસાદ વસંતપ્રસાદ...