આગામી તા 28 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ( તા જસદણ) ખાતે કે ડી પી મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે ત્યારે એ કાર્યક્રમ મા ટંકારા તાલુકા માંથી મોટી સંખ્યા મા કાર્યકર્તા જોડાય એ આયોજન માટે ટંકારા તાલુકા કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષ રઘુભાઈ ગડારા, ટંકારા તાલુકા પ્રભારી રવિભાઈ સનાવડા, મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગ્યા, ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા,મહામંત્રી રૂપસિહ ઝાલા,મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ પ્રભુલાલ કામરીયા તથા સર્વે મંડળના પ્રમુખો તેમજ હોદ્દેદારો તથા ભાજપના સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
