મોરબીના ધરમપુર અને ટીંબડી ગામની સીમમાં મોટા પ્રમાણમાં ખનીજની ગેરકાયદેસર ચોરી થઈ રહી છે અને આ ખનીજને જમીનમાંથી કાઢવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે લોકોના ઘરો ગામમાં રહેતા લોકોના ઘરોમાં તિરાડો પડે છે એટલું જ નહીં, રસ્તા પર કાદવ અને પથ્થરોથી ભરેલા મોટા અને ભારે વાહનોની અવરજવરને કારણે માર્ગ તૂટી જાય છે
અને ખરાબ રીતે નુકસાન થાય છે અને પરિણામે અવાર-નવાર રસ્તા પર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.અને આ ભારે વાહનો અને બ્લાસ્ટીંગના કારણે ગામમાં પ્રદુષણની સાથે અન્ય નુકશાન પણ થાય છે. ખનીજ વિભાગને દેખાતી નથી, આ રીતે તેઓ આંખે પાટા બાંધીને બેઠા છે. ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચુંટણીના દિવસોમા ધારાસભ્યો તેમને જુસ્સો આપીને મત છીનવી લે છે. જ્યારે ધારાસભ્યોને કોઈ કામ કરવાની વાત આવે છે ત્યારે આ ધારાસભ્યો યોગ્ય જવાબ પણ આપતા નથી.જેના કારણે ધરમપુર અને ટીંબડી ગામના 130 લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર ખનન અટકાવવા અને આગામી સમયમાં આ ખનીજ ચોરી બંધ કરી નવી લીઝ મંજૂર કરતી વખતે ધરમપુર ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવો એવી રજુઆત કરવામાં આવી છે.
