ટંકારા તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર ફાળવવામાં આવે તેવી આરોગ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી
વધુ ગામડાંઓં ધરાવતા અને વસ્તીગણતરીએ મોટા કહીં શકાય તેવાં ટંકારા તાલુકામા કીડની સંબંધિત રોગો માટે ડાયાલિસિસ સેન્ટરની ખાસ જરૂરી હોય આ બાબતે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે
કે મોરબી જીલ્લાના તાલુકા કીડની સંબંધી રોગો માટે ટંકારા તાલુકાની અંદર ડાયાલીસીસ સેન્ટર શરુ કરવું ખાસ જરૂરી છે હાલ ટંકારાના લોકોને મોરબી કે રાજકોટ જવાની ફરજ પડે છે જેથી ટંકારા તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરુ થાય તો દર્દીઓને રાહત મળશે અને રાજકોટ જવા આવવામાં રાહત મળશે હાલ મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે પણ સેન્ટર શરુ થઇ ચુક્યું છે ત્યારે ટંકારા તાલુકામાં પણ વહેલી તકે ડાયાલીસીસ સેન્ટર આપવામાં આવે ઉપરાંત ડોક્ટરોની પણ સુવિધા મળે તેવી માંગ કરવામાં આવી છે