આગામી ચોમાસા દરમિયાન આકસ્મિક ઘટના, ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્રના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રેસ્ક્યુ વિભાગ જિલ્લાની અલગ અલગ પાલિકા દ્વારા કરવામાં આવેલ
આ બેઠકમાં પ્રિ-મોન્સુન અંગેની સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વર્ષાઋતુ દરમિયાન એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને ડેપ્યુટ કરવા તેમજ આશ્રયસ્થાનો અંગે ચર્ચા કરી વિવિધ સુચનો કર્યા હતા. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સફાઇ સમયમર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી. આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઇ તે અંગે યોગ્ય આયોજન કરવા તેમજ ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઇ નિયત સમય મર્યાદામાં કરવા મંત્રી મેરજાએ તાકીદ કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા પોલીસવડા (આઇપીએસ) અતુલ બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તેમજ ઇશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...