હળવદ પંથકમાં છેલ્લા અમુક સમયથી તસ્કરો અનેક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. સોમવારે જ હળવદ માળીયા હાઈવે પર આવેલ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના આઠ કારખાનામાં તસ્કરોએ ત્રાટકીને આતંક મચાવ્યો હતો ત્યાં વધુ એક વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં હળવદના નવા માલણીયાદ ગામે ઘરના ફળીયામાં સુતેલી દીકરીનો કોઈ અજાણ્યા શખ્સો ચોટલો કાપી ગયા હતા જે બનાવને પગલે પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.
હળવદના નવા માલણીયાદ ગામે પંચાયત વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ખીમાભાઈ ડાભી ગતરાત્રીના તેમના પરિવાર સાથે ફળીયામાં સુતા હતા તે દરમિયાન વિષ્ણુભાઈના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા જ્યાં ઘરમાં ખાખાખોરા કર્યા બાદ કંઈ મુદામાલ હાથ ન લાગતા ફળીયામાં સુતેલ વિષ્ણુભાઈની 15 વર્ષીય દીકરીનો ચોટલો કાપી અજાણ્યા ઈસમો અંધારામાં ઓગળી ગયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ આદરી હતી
રિપોર્ટર રવિ પરિખ હળવદ
