મોરબીની મચ્છુનદી ને પહેલા ગંદકી મુક્ત કરો પછી પ્રજાને રીવરફ્રન્ટ ના સ્વપ્નાઓ દેખાડજો: રમેશભાઈ રબારી
મોરબી શહેરને પેરીસ બનાવવાની લોલીપોપ ભારતીય જનતા પાર્ટી જ્યારથી સુધરાઇ રાજ્ય અને કેન્દ્ર માં સરકાર છે ત્યારથી આપતી આવી છે આ મોરબીન પેરિસના બદલે પાનેલી ગામ જેવું પણ નથી બનાવી શક્યા પહેલા મોરબી શહેરને ચોખ્ખું પીવાનું પાણી આપો અને મચ્છુ નદીને ગંદકી મુક્ત કરો પછી પેરીસ નાં સપનાંઓ બતાવજો
તાજેતરમાં અખબારના પાને મસમોટા હેડિંગ સાથે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે મોરબીમાં રીવરફ્રન્ટ સહિત અનેક સુખસુવિધા ની લાલચ આપવામાં આવી છે પરંતુ હકીકત કહી અલગ છે હાલ મોરબીના પોશ વિસ્તાર સહિત અનેક જગ્યાએ પીવાના પાણીની મોકાણ સર્જાણી છે
તો અન્ય વિસ્તારોમાં પીવાનું સ્વચ્છ પાણી પણ નથી મળતું ત્યારે નગરજનો પરેશાન છે તેવા સમયે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબીની પ્રજાને રોજ રોજ નવી કંપનીની લોલીપોપ આપી ગુમરાહ કરી રહ્યા છે મોરબી મા પેટા ચૂંટણી પછી રાજ્યમંત્રીએ અને એક ખાતમુરત કર્યા છે જેમાંના કેટલાક કામ ચાલુ કર્યા અને કેટલા હજુ અધ્ધરતાલ છે તે મોરબીની પ્રજાને જણાવવું જોઈએ બાકી તો તમે રીવરફ્રન્ટ બનાવો કે બીજું કાંઈ લોકોની સુવિધા માટે અત્યંત આવશ્યક સ્વચ્છ ચોખ્ખું પીવાનું પાણી લોકોને મળતું નથી ભંગાર હાલતમાં રોડ રસ્તા ઉભરાતી ગટરોના જટિલ પ્રશ્નો જેમ ને તેમ છે દરરોજ નવા વાયદાઓ કરી જનતા સાથે મજાક કરે છે ત્યારે આ રિવરફ્રન્ટનો ખ્યાલજ અવાસ્તવિક છે શહેરીજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારતા હોય ઘણા બધા વિસ્તારોમાં અંધારપટ હોય કોઈ જોનાર નથી કે પછી કોઈ પગલાં લેવાતા નથી રિવરફ્રન્ટની વાતો માત્ર અને માત્ર હવામાં છોડેલા બણગાં માત્ર છે શર્મા નવા બનેલા સિમેન્ટ નાં રોડો પણ તૂટી ગયા છે પહેલા આરંભેલા કાર્ય પૂર્ણ કરો પછી બીજી વાતો કરો તેવું કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી જણાવ્યું હતું