હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે પોલીસ ને ખુલ્લી ચેલેન્જ આપતાં હોય તેમ તસ્કરો તરખાટ મચાવી ચોરી લુંટ જેવા બનાવો ને અંજામ આપી રહ્યા છે
છે ત્યારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ખાસ વિશેષ ટીમની રચના કરી છે જેમાં એલસીબી, એસઓજી અને હળવદ સ્થાનિક પોલીસના ચુનંદા જવાનો આજથી જ બતમીદારોની મદદથી કામે લાગી ગયા છે, આજે હળવદ પોલીસે તાલુકાના તમામ સરપંચો સાથે પણ બેઠક યોજી પડકાર જનક સ્થિતિમાં પ્રજાનો સહયોગ માંગ્યો છે.
હળવદ જીઆઇડીસીની દુર્ઘટના બાદ હળવદ તાલુકા સતત ચર્ચામાં રહ્યો છે. ઘરફોડ ચોરીની ઉપરા છાપરી ઘટનાઓ બાદ એક સાથે પાંચેક કારખાનામાં ત્રાટકેલી લૂંટારું ગેંગે આંતક મચાવ્યાની ફરિયાદ નોંધાઈ ન નોંધાઈ ત્યાં નિંદ્રાધીન સગીરાનો ચોટલો કાપી જવાની ઘટના અને એ જ દિવસની સાંજે હળવદમાં વેપારી એવા બે સગાભાઈઓના ઘરમાં લાખોની ચોરી કરી તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપતાં હોય તેમ પડકાર રાત્રીના કવાડિયા ગામે ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના સોના – ચાંદીના દાગીના ઉઠાવી જતા આ તસ્કર ગેંગને ઝડપી લેવા જિલ્લા પોલીસવડાની સૂચનાથી ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
વધુમાં આજે હળવદ પોલીસ મથક ખાતે તાલુકાના તમામ ગામોના સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજી પોલીસ ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા પ્રજાજનોને જાગૃત બની સહયોગ આપવા અનુરોધ કરી શંકાસ્પદ ઈસમો જોવા મળ્યે તાકીદે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.
વિશેષમાં આજે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી હળવદ તાલુકામાં તસ્કરોને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના ચુનંદા જવાનોની વિશેષ ટીમ બનાવી આજથી જ કામે લગાડવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હળવદ તાલુકાના યુવાનોને પણ જાગૃત રહી પોલીસને મદદરૂપ થવા અનુરોધ કરાયો હતો
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મોરબી શહેરમાં આવેલ હોસ્પિટલો, સ્કૂલોમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપી હોટલ, સમાજવાડી, કોમ્પલેક્ષ અને બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩ મેં થી ૧૯ મેં સુધીમાં- ૦૭ હોસ્પિટલમાં ૨૮ સ્ટાફને તથા ૦૪ હોટલમાં ૪૨ સ્ટાફ ને ફાયર...