મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂ ભરેલી કાર મળી
મોરબી શહેરના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકથી પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૪ બોટલનો જથ્થો ઝડપી લીધો હતો તો કારચાલક કાર રેઢી મૂકી નાસી જતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક એક શંકાસ્પદ વેગનઆર કાર રેઢી હાલતમાં પડી હોવાની બાતમીને આધારે દોડી ગયેલ બી ડિવિઝન પોલીસે કાર ચેક કરતા કારમાંથી 114 બોટલ દારૂ મળી આવ્યો હતો.જેને પગલે પોલીસે વેગનઆર કાર સહીત એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાર નંબરને આધારે ગુન્હો દાખલ કર્યો છે.
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડની પહેલી શેરીમાં વેગનઆર કાર જીજે ૦૩ બીએ ૪૪૧૮ શંકાસ્પદ જણાતા કારની તલાશી લીધી હતી જેમાં કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧૪ બોટલ મળી આવતા પોલીસે ૫૯,૨૮૦ ની કિમતનો મુદામાલ અને કાર કીમત રૂ ૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૧,૦૯,૨૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે