એક બાજુ હર નલસે જલ યોજનાના બણગા ફૂંકાય રહ્યા છે ત્યારે દેરાળાના ગ્રામજનો છેલ્લા 20 દિવસથી પાણી ની તંગી ભોગવી રહ્યા છે
દેરાળા ગામ માં પાણી પીપળીયા સબ માંથી જ આવે છે તો અત્યારે દેરાળા માં છેલ્લા ૨૦ દિવસ થીયા સરખું પાણી મળતું નથી એક દિવસ મૂકી એક દિવસ પાણી આવે છે એમાં પણ ગામ માં આગળ ના જે ઘર છે ત્યાં જ આવે છે પાછળ ના ઘર વારા ને ૨૦ દિવસ થી પાણી બીજા ની ઘરે ભરવા જાવ પડે છે
પાણી ની તંગી હોય તો આ કેનાલ ખેવારિયા રોડ થી નારણકા સુધી જાય છે નારણકા નું ગામ નું તળાવ ભર્યું છે તો એ પાણી ક્યાંથી આવ્યું પાણી ની તંગી હોય તો તે પણ એક સવાલ છે
દેરાળા ગામ માં પશુઓ ને પીવા માટે જે ગામના જાપે અવેડા છે એ છેલ્લા ૨૦ દિવસથી એકદમ ખાલી છે ગામના તળાવ માં પાણી નથી ગામ લોકો ને પીવા માટે બીજા ની ઘરે થી પાણી ભરવું પડે તો પશુ માટે ક્યાંથી પાણી લાવે
