મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને આઠ વર્ષ પૂર્ણ થતા મોરબી ભાજપ શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી.જાડેજા તેમજ શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, અજયભાઇ કોટક, રવિભાઈ રબારી તેમજ મિતુલભાઈ ધ્રાંગા અને મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી સહીતના યુવા મોરચાની ટીમ તેમજ કાર્યક્રમના સહયોગી ઉપસ્થિત રહ્યા હતા.
