અરજદારોએ ૧૬મી જુલાઈ સુધી અરજી કરી સાધનીક પુરાવા રજૂ કરવા
મોરબી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારી વાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે I khedut portal પર આગામી તા.૧૬/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પૂરાવા જેવાકે રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનુ ઓળખપત્ર/દાખલો સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...