મોરબી ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીનો વાંધાજનક વિડિયો કોઈ ઈસમ દ્વારા ફેસબુકમાં અપલોડ કરવામાં આવ્યો હતો. યુવતીને બદનામ કરવાના ઇરાદે ઈસમ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું જે બાબત ની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારે આ સર્મસાર કરી નાખે એવો કિસ્સો સામે આવતા ખડભાળાટ મચી ગઇ હતી.
ત્યારે મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ ઈસમ દ્વારા સોશિયલ મીડિયામાં ફેંક આઈડી બનાવી, આઈડી નાં ડીપીમાં યુવતીનો ફોટો દર્શાવી બીભત્સ વિડિયો અપલોડ કરવામાં આવતા હતા અને ભોગબનાનાર યુવતીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે આવું કૃત્ય કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના યુવતી અને તેના પરિવારની નજરમાં આવતા તેમના પગ નીચે થી જમીન સરકી ગઇ હતી. કૃત્ય નજર સામે આવતા તરત જ પરિવાર અને યુવતી તાલુકા પોલીસ સ્ટેશન એ દોડી આવ્યા હતા અને આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તમામ ઘટનાની વિગત લઈ આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ત્યારે પોલીસ ડીપાર્ટમે્ન્ટ ની ટેકનિકલ ટીમએ તપાસ ચલાવી હતી અને આ કૃત્ય ના આરોપી પ્રકાશ ધનજીભાઈ પરેચા (ઉ.વ.૨૧ , રહે લીલાપર) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો અને મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.
