હળવદના માથક ગામ પાસે આવેલ વાડીમાં શૈલેષભાઈ સોમજીભાઈ તડવી (ઉ.વ. ૩૦) કામ કરતા હોય ત્યારે તેઓ વાડીએ હોય ત્યારે અગમ્ય કારણોસર તલ અને ખડને છાંટવાની દવા પી ગયા હતા.

બાદમાં તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ અંગેની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે









