કોરોના ધીમે ધીમે મોરબીમાં પગપેસારો કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે કોરોના ના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ હાલ હવે ધીમે ધીમે કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થયો છે.
જિલ્લામાં આજ કોરોના ના વધુ ૩ કેસ નોંધાયા છે. મોરબી સિટી વિસ્તારમાં કોરોના ના ૨ કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નાં ૧ કેસ નોંધાયા છે. ત્યારે આમ જિલ્લામાં આજ રોજ કુલ ૩ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલ કોરોના થી સંક્રમિત થયેલ દર્દીઓ ની સંખ્યા ૧૩ એ પહોંચી છે. ત્યારે ફરી પણ કોરોનની ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી બન્યું છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...