રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ૫ થી ૬ વખત ટ્રીપિંગ આવતું હોય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,
ત્યારે રીપેરીંગ કરવા બાબતે જીઇબીમાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ ઉપરથી પૂરતો માલસામાન નથી આવતો હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે, સારી સુવિધા મળે તે માટે એક ઇન્ડસ્ટ્રીઝ ૨૦ થી ૨૫ લાખ રૂપિયાની ડિપોઝીટ જીઈબીમાં જમા કરી હોય છે, પરંતુ જો આ જ રીતે ટ્રીપિંગના ધાંધિયા રહે તો આ ડિપોઝિટ આપવાનો કોઈ મતલબ રહેતો નથી તેવું ઇન્ડસ્ટ્રી સંચાલકો જણાવી રહ્યા છે. જેને લઈને આજે મોરબીના જીઈબીના એન્જિનિયરોને આવેદનપત્ર આપી રોસ ઠાલવવા આવ્યો હતો અને ઝડપથી આ પ્રશ્નનું સોલ્યુશન થાય તે માટેના રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રી સંચાલકોને આ પ્રશ્નનો સામનો ક્યાં સુધી કરવો પડે છે તે જોવું રહ્યું
માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેલ્વિન એન્ટરપ્રાઈઝ પાસે જાહેર રોડ પર ચાર શખ્સોએ સામાજિક કાર્યકરને લાકડાની હોકી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ...