મોરબી તાલુકા પોલીસની ટીમે બગથળા ગામની સીમમાં, બગથળાથી રણુજા જવાના રસ્તે, ફુલકી નદીના કાંઠે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. જેને પગલે મોરબી તાલુકા પોલીસે દેશીદારૂ ગાળવાનો આથો,ભઠ્ઠીના સાધનો સહિતના મુદામાલ સાથે આરોપની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા ત્યાંથી મળી આવેલ દેશી દારૂ બનાવવા માટેના સાધનો , જેવા કે ગેસ , એલ્યુમિનિયમ ના બકડિયા, દારૂ બનાવવા માટેનો ઠંડો આથો , પતરા નું ટીપણું તેમજ દેશી દારૂ લીટર ૨૦ સહિત કુલ કી.રૂ. ૨૩૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુન્નો ધીરુભાઈ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યા છે
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...