માળીયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડાયું
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળીયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવાર – નવાર રજૂઆતો કરી હતી.જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી, માળીયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેરશ્રી, મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી, જળ સંપત્તિ મંત્રીશ્રી, નર્મદા રાજ્યમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં છોડવા હુકમ કર્યો છે. જે અંતર્ગત માળીયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ ક્યુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડૂતોને આવડો મોટા ઉપહારનો વરસાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સરકાર પાસેથી અપાવ્યો છે.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નર્મદા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી જેથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે.
આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરિયા, સહકારી અગણી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો છે
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...
મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ...