વર્ષ ૧૯૪૯ થી ICAI (Institute of chartered accountants of india) દ્વારા પ્રતિવર્ષ તા.૧ જુલાઈ ના રોજ નેશનલ સી.એ. ડે ઉજવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ ખાતે ધો-૧૧-૧૨ કોમર્સ ના સી.બી.એસ.ઈ. ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર નુ અનેરૂ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી ના ખ્યાતનામ સી.એ. ટ્વિંકલ શાહ, સી.એ. જય સેજપાલ, સી.એ. હાર્દીક રાયચુરા દ્વારા વિદ્યાર્થીઓને સી.એ. ના અભ્યાસક્રમ વિશે તેમજ સી.એ. કઈ રીતે પાસ આઉટ કરવુ તેમજ સી.એ. કર્યા બાદ દેશ-વિદેશ મા કેટલી તકો ઉપલબ્ધ છે તેના વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કટીબધ્ધ મોરબી ની નામાંકીત સંસ્થા OSEM C.B.S.E ના ધો-૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે કરાયેલ સેમિનાર ના આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સાહેબ, ભવ્યદીપસિંહ જેઠવા સાહેબ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ સ્ટાફ મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
નેશનલ સી.એ. ડે સેમિનાર ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, કોમર્સ હેડ નિર્મિતભાઈ કક્કડ, દીપીકા મેડમ, અંકિતા મેડમ, સંતોષ સર સહીત ધો.૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર બે અજાણ્યા શખ્સો આવી મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઝુંટવી નાસી ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના માથક...