વાંકાનેરના ચંદ્રપૂર ગામે ફરિયાદના આધારે વીજ ચેકીંગની ટીમ ત્રાટકી હતું ત્યારે વાંકાનેરના ૨ ઔધોગિક એકમોમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન કરીને મોટાપાયે વીજ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો.
પીજિવિસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ ચેકીંગ કરવામાં આવતું હોય છે વીજ લોડ ઘટાડવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વાંકાનેર તાલુકામાં ચંદ્ર્પુર ગામે ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ ૨ એકમોમાં આશરે કુલ ૧૦૦-૧૦૦ કિલોવોટ વીજભાર ધરાવતા એકમોમાં મીટર પર પ્લાસ્ટિક સીલ સંકસ્પદ જણાયા હતા ત્યારે આ બંને મીટરની લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે મીટર સાથે ગેરરીતિ કરી ને ચેડાં કરી વીજ ચોરી કરતા હોવાનું ખુલ્યું હતું ત્યારે બંને ફેક્ટરીને આશરે કુલ કી.રૂ. ૮૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
