મોરબી જિલ્લાની 1303 વિદ્યાર્થી અને 32 શિક્ષકોનો સેટ અપ ધરાવતી હળવદની સરકારી શાળા નંબર – ૪ જુદી જુદી પાંચ કેટેગરીમાં પાંચ એવોર્ડ સાથે સૌથી મોખરે
લોકો સ્વચ્છતાનું મહત્વ સમજે, લોકો સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતા થાય અને એની શરૂઆત શાળાથી થાય, સ્પર્ધાની ભાવના થકી શાળામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો મારી શાળા મારુ તીર્થ,મારી શાળા સ્વચ્છ શાળાની ઉદાત્ત સમજ કેળવાય એ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર શાળાને આપવામાં આવે છે જેમાં શરૂઆતના તબક્કે સમગ્ર રાજ્યની શાળાઓની સાથે મોરબી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા મળીને 826 શાળાઓએ પોતાની શાળાનું સ્વચ્છતા અંગેનું સ્વ મૂલ્યાંકન કરી ઓનલાઈન વિગતો ફોટા,વિડિઓ વગેરે અપલોડ કરી સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે પોતાનું નામાંકન કર્યું હતું.ત્યાર પછી ઓનલાઈન ડેટાના આધારે સૌથી વધુ ગુંણાંક ધરાવતી શાળાઓનું 26 જેટલા બાહ્ય મૂલ્યાંકન કારો દ્વારા સ્થળ તપાસ કરી 90 થી 100 ગુણાંકની વચ્ચે ગુણાંક મેળવેલ કુલ 36 ફાઈવ સ્ટાર ધરાવતી શાળાઓની પસંદગી કરવામાં આવી જે પૈકી ઓલ ઓવર કેટેગરી ટોયલેટ સફાઈ,હેન્ડવોશ સફાઈ,બી હેવીયર ચેન્જ,કોવિડ-૧૯ ઓપરેશન મેઇન્ટેનેશ,વોટર સફાઈ આવી રીતે ઓલ ઓવર કેટેગરીમાં ગ્રામ્ય કક્ષાએ હળવદની પાંડાતીરથ શાળાને પ્રથમ નંબર પ્રાપ્ત થતા રૂ.15000/- ટંકારા તાલુકાની પ્રભુનગર શાળાને દ્વિતિય નંબર પ્રાપ્ત થતા રૂ.12000/- અને મોરબી તાલુકાની જેપુર શાળાને તૃતીય નંબર પ્રાપ્ત થતા રૂ.10000/- તેમજ શહેરી કક્ષાએ પ્રથમ નંબર હળવદની શાળા નંબર-૪ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.15000/ – તેમજ સબ કેટેગરી બી હેવીયર ચેન્જ પ્રથમ નંબર હળવદ શાળા નંબર-૪ ને રૂ.7000/- હેન્ડવોશમાં પ્રથમ નંબર હળવદ શાળા નંબર- ૪ ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.7000/- ટોયલેટ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક હળવદ શાળા નંબર પ્રાપ્ત થતા રૂ.7000/- અને વોટર સફાઈમાં પણ હળવદ શાળા નંબર – 4 ને પ્રથમ નંબર પ્રાપ્ત થતા રૂ.7000/- આમ સબ કેટેગરીમાં કુલ 4 ચાર અને ઓલ ઓવર કેટેગરીમાં એક એમ કુલ પાંચ એવોર્ડ શાળા નંબર- ૪ પ્રાપ્ત કરતા ડંકો વગાડી દીધો આ ઉપરાંત સબ કેટેગરીમાં મેરૂપર શાળાને કોવિડ-19 રિસ્પોન્સ અને તૈયારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.7000/- તેમજ મિતાણા શાળાને ઓપરેશન & મેઇન્ટેનશ માટે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂ.7000/- ની ધનરાશી તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા
તેમજ અન્ય 28 જેટલી સબ કેટેગરીમાં સ્વચ્છતામાં ફાઈવ સ્ટાર પ્રાપ્ત કરનાર શાળાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયને જુદી જુદી ત્રણ કેટેગરીમાં ફાઈવ સ્ટાર પ્રાપ્ત થતા શાળામાં સ્વચ્છતા કર્તા કર્મીઓને હાથે એવોર્ડ લેવડાવ્યો હતો.આ કાર્યક્રમમાં જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જી.પ.મોરબી પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ મોરબી, ડીપીઈઓ ભરતભાઈ વિડજા ડી.ઓ.નિલેશભાઈ રાણીપા તેમજ જે.એમ.કતીરા જિલ્લા આરોગ્ય અધિકારી, તેમજ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોના સંગઠનના પ્રમુખ અને મંત્રીઓ,સી.આર.સી બી.આર.સી.તેમજ સમગ્ર શિક્ષા અભિયાનનો સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોએ તમામ શાળાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પણ શાળા આવી જ રીતે પ્રગતિના પંથે આગળ વધતી રહે એવી ભાવના વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીએ કર્યું હતું,કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ ભોરણીયા ડેપ્યુટી ડી.પી.સી.સમગ્ર શિક્ષા અભિયાન મોરબીએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા રસ્તા પરથી પાંચ બિયર ટીન કિં રૂ. ૫૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના સજનપર ગામથી ઘુનડા તરફ જતા...
૧ થી ૭ નવેમ્બર સુધી મોરબીવાસીઓને મંત્રમુગ્ધ કરશે ગમ્મત સાથે જ્ઞાન પીરસતી “જોવા જેવી દુનિયા"
મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20 હજાર અનુયાયીઓ તેમ જ મોરબી અને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
મોરબીઃ શરીરમાં દુઃખાવો થાય તો આપણે પેઈનકિલર લઈને ઉપાય કરી શકીએ, પણ કોઈનું દિલ દુભાય ત્યારે શું...
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૧૧૨૬૯ જેની કિ.રૂ- ૧,૨૯,૨૭,૭૮૩/- ના કબ્જે કરેલ મુદામાલનો મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામા પ્રોહીબીશના ગુન્હાઓમા કબ્જે...