રાજયમંત્રીબ્રિજેશભાઇ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણાશ્રી મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મેહુલો મન મુકીને વરસે તે માટે મેઘલાડુના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ચમનપર ગામમાં સરપંચની આગેવાની હેઠળ યુવાઓના સહયોગથી મેધાલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના સમરસ આર્દશ ગામ એવા ચમનપરમાં હરિયાળા વૃક્ષો વચ્ચે મોરલાના અસંખ્ય ટહુંકારા ગુંજી રહ્યા છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે, મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે !
મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જગ્યાઓ ભરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટી મંત્રી આશરે દશેક (૧૦) જગ્યા...
માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપિયા ૯૪૦ નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં આવેલ ભીલવાસવાસના શેરીના નાકાં પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર...