માળીયા મી.પોલીસ ની પ્રશંસનીય કામગીરી એક મહિનામાં ત્રીજો મોટો જથ્થો દારૂનો ઝડપી લીધો
પોલીસ મહાનીરિક્ષક રાજકોટ રેન્જ રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન / જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી . જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા ઇ.ચા સી.પી.આઇ. મોરબી વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કાર્યરત હતો તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે અમદાવાદ તરફથી માળીયા મિ . તરફ આવતી અશોક લેલન્ડ ટ્રકમાં પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો કચ્છ તરફ લઈ જવામાં આવે છે ત્યારે માળીયા મી પોલીસે બાતમીના આધારે ટ્રક ની તલાસી લેતાં પીપોપીની મૂર્તિ ની આડ માં વિદેશી દારૂ ની હેરાફેરી કરવાનો બૂટલેગરો દ્વારા નવા કિમિયાને નો પર્દાફાશ કરી માળીયા મી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
આરોપીના નામ સરનામા – ૦૧ ગોમારામ બગતારામ જાખડ જાતે . જાટ ઉ.વ. ૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.સનાવળા જાખડો કી ધાણી તા.જી.બાડમેર રાજસ્થાન ૦૨ ટ્રક આપનાર : – સ્વરૂપ પરીહાર રહે.કલ્યાણપુર જી.બાડમેર રાજસ્થાન ૦૩ માલ મોકલનાર લક્ષ્મીનારાયણ
તેમજ તપાસ માં જે નામો ખૂલે તે
કબ્જે કરેલ મુદામાલ –
( ૧) રોયલ સ્ટગ રીજર્વ વ્હીસ્કીની બોટલો નંગ -૧૬૨૦ કિ.રૂ .૬,૪૮,૦૦૦ / ( ૨ ) અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર- GJ – 06 – AZ – 6377 કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / ( ૩ ) મેકડોવેલ્સ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ઓરીજનલ બોટલો નંગ -૩૧૩૨ કિ.રૂ .૧૧,૭૪,૫૦૦ / ( ૪ ) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૦૧ કિ.રૂ .૫૦૦૦ / ( ૫ ) રોકડા રૂપીયા -૩૦૦૦ / – તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૦,૫૦૦ / – નો મુદામાલ કબ્જે કરી ધોરણરની કાર્યવાહી માળીયા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
કામગીરી કરનાર અધિકારી બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ વી ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ બાલાસરા, પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સોલંકી તથા દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો રોનનો...
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી થી માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી એક ઇસમ ઇગ્લીશ દારૂનો...