હળવદ તાલુકાના ધનાળા ગામે મકાનમાં ચાલતા જુગાર ધામ પર હળવદ પોલીસે દરોડો કર્યો છે પોલીસની આ કાર્યવાહીમાં ત્રણ જુગારીઓ પોલીસની ઝડપે ચડી ગયા છે જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા પોલીસ દ્વારા 82,400ની રોકડ,બે મોબાઈલ મળી કુલ રૂપિયા 87,400 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા કૃષ્ણસિંહ ઝાલા પોતાના મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી ત્યારે બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન હકીકત વાળી જગ્યા પરથી આરોપી કરતા આરોપી (૧)કૃષ્ણસિંહ જયન્દ્રસિંહ ઝાલા રહે ધનાળા
(૨) રૂપેશભાઈ લખમણભાઇ પટેલ રહે મોરબી
(૩) ચંદુલાલ નરસીભાઇ સંઘાણી રહે ધનાળાને જુગારના પટમાંથી ઝડપી લીધા હતા ત્યારે તેમની પાસેથી 82,400/- ની રોકડ,બે મોબાઈલ મળી કુલ રૂપિયા 87,400/-ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓને હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી રેઇડ દરમિયાન ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક...