હર ઘર તિરંગા દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાનું અભિયાન
સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઉંચા સ્તંભ પર તિરંગો લહેરાવી તિરંગાના સન્માનમાં શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભ પર પોલિસ્ટરનો ૨૦ / ૩૦ ફુટનો તિરંગો હંમેશા લહેરાતો રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવી શકાય તે માટે સ્તંભ ઉભો કરવા માટેની કન્સ્ટ્રક્શનની કામગીરી પણ તેજ ગતિએ કરવામાં આવી રહી છે.
આ બાબતે વધુ વિગતો આપતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉમિયા સર્કલ પર રાષ્ટ્રીય એકતા અને ઉન્નતિના પ્રતીક સમો તિરંગો હર હંમેશ લહેરાતો રહે અને લોકોમાં દેશભક્તિની ભાવનાને ઉજજ્વલિત કરતો રહે તે માટે દસ લાખના ખર્ચે સ્તંભ ઉભો કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાની સાથે સર્કલ પર નયનરમ્ય લાઇટિંગ પણ લગાવવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના ઘર ઘર પર તિરંગો લહેરાય, લોકોમાં તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના વધુને વધુ પ્રદર્શિત થાય ઉપરાંત દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તેવું આયોજન સમગ્ર રાષ્ટ્રમાં કરવામાં આવનાર છે
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...