મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસેથી દારૂના ચપલાંના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સરદાર બાગ નજીકથી મોસીનભાઇ ઇદ્રીસભાઇ અજમેરી અને હનિફભાઇ સીદ્દીકભાઇ જીંદાણી વાળાને રોયલ ગ્રાન્ડ મેલ્ટ વ્હિસ્કીના 20 ચપલા કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
