રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા માળીયાના જુના ઘાંટિલા ગામ ખાતેના દુધેશ્વર મહાદેવ મંદિર શક્તિ યુવા ગૃપ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પ્રેરક રીતે ઉપસ્થિત રહ્યા હતા.
જે કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ શ્રાવણના પ્રથમ સોમવારે શંકર ભગવાનના ચરણોમાં શીશ જુકાવી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવીયા, શક્તિ યુવા ગૃપના સંયોજક નિકુંજભાઈ વીડજા, જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, અગ્રણી કેતનભાઇ વિડજા, અમુભાઈ વિડજા, સુભાષભાઈ પડસુંબીયા, સવજીભાઈ કેરાલીયા સહિત ઘાંટીલાના ગ્રામજનો તેમજ આસપાસના ગામમાંથી આવેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંત્રીએ ગામના અગ્રણી સાગરભાઇ વિડજાના પિતાશ્રીનું નિધન થતા તેમના ઘરે જઈને સાંત્વના પાઠવી હતી.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...