આગામી તારીખ 10 થી એક મહિના સુધી સિરામિક ઉદ્યોગ વેકેશન પર જઈ રહ્યો હોય ત્યારે મોરબી જિલ્લા પોલીસવાળા રાહુલ ત્રિપાઠી તેમજ મદદનીશ પોલીસ વડા અતુલકુમાર બંસલ સાહેબ ઉપરાંત એલસીબી પીઆઈ ગોઢાણીયા સાહેબ તેમાં પીએસઆઇ બીવી ઝાલા સાહેબ સાથે સિરામિક એસોસિયેશનના અલગ અલગ પાંખના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા,હરેશભાઈ બોપલિયા,વિનોદભાઈ ભાડેજા, ભૂતપૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ અન્ય હોદ્દેદારો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
એક મહિનાના વેકેશન દરમિયાન ટ્રાફિક અને ચોરી લૂંટફાટ બાબતે એસપી સાહેબે માર્ગદર્શન આપ્યું હતું જેમાં ખાસ કરીને એક મહિના દરમિયાન બંધ રહેતા પ્લાન્ટમાં ચોરીના કિસ્સાઓ ના બને તેવી તકેદારીના ભાગરૂપે સિક્યુરિટી સ્ટાફને એલર્ટ રાખવો, મેન ગેટ ઉપર સીસીટીવી અને પ્લાન્ટમાં થેફ્ટ પ્રોટેક્શન ની વ્યવસ્થા કરવી જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉપરાંત આ એક મહિના દરમિયાન સીરામીક વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.
તો બીજી તરફ શહેરમાં ટ્રાફિક ઘટાડવા માટે એક કારમાં ત્રણથી ચાર વ્યક્તિ જાય તો ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેવું સૂચન ઉદ્યોગકારોને કરવામાં આવ્યું હતું
