હળવદ :- સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચે ના રોડ પર રેતીના ઢગલા માંથી બિયરનો જથ્થો પકડાયો.
હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકામા સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચે ના રોડ પર રેતીના ઢગલા માંથી બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી મળતી માહિતી મુજબ હળવદ પોલીસે તાલુકાના સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચેની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન રેતીના ઢગલામાં શંકાસ્પદ હિલચાલ કરી રહેલા કેહરારામ હનુમાનરામ ચૌધરી, મૂળ રાજસ્થાન વાળા શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સે રેતીના ઢગલામાં બિયરની કાચની બોટલો છુપાવ્યાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યો છે