આ અંગે મળતી માહિતી મુજબ પેરોલ ફલો સ્કવોડ ની ટીમ ને ખાનગી રહે બાકી મળી હોય કે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિસન ના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી મેરાભાઇ ઉર્ફે મેરુભાઈ વાલાભાઈ ગમારા મોરબીના માસુમ હોસ્પિટલ વાડી શેરીમાં ઉભેલ હોય ત્યારે હકીકતના આધારે ત્યાં રેડ કરતા આરોપી મળી આવ્યો હોય ત્યારે તેની અટક કરવામાં આવી છે અને આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપી આપવામાં આવેલ છે
