મોરબી એસપી દ્વારા પાંચ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી
મોરી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લાના માળીયા , ટંકારા , મહિલા પોલીસ મથક અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જુદા જુદા પાંચ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.
જેમાં જાહેર હિતમાં માળીયા મી.પોલીસમથકમાં ફરજ બજાવતા વિશ્વરાજસિહ પ્રવિણસિંહ ઝાલાની પોલીસ હેડકવાર્ટર અને એએસસાઈ મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચની પદરના ખર્ચે ટ્રાફિક શાખામાંથી ટંકારા પોલીસ મથકમાં , મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક નિલોફર યુનુસભાઈ અબ્દાનની પદરના ખર્ચે પોલીસ હેડ ક્વાર્ટર ( એટેચ સીપીઆઈ મોરબી ) માં અને સંજય ભીમાભાઈ મૈયડ ની જાહેર હિતમાં ટંકારા થી પોલીસ હેડ કવાર્ટર તેમજ વિક્રમ ભીખાભાઇ ભાટીયા ની જાહેર હિતમાં પોલીસ હેડ ક્વાર્ટર ( એટેચ સીપીઆઈ મોરબી ) થી પોલીસ હેડ ક્વાર્ટર માં બદલી કરવામાં આવી છે