પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણ નું જતન થાય તે હેતુથી આજે રોજ ફ્લોરા રીવર સાઈડ ની બાજુમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
તેમાં 20 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમાં દેશી કુળ ના અને ફળાઉ વૃક્ષો વાવવા મા આવીયા હતા તેમાં વડ,ઉંમરો પીપળો, લીમડો, જામફળ,સેતુર બદામ, જાંબુ, સીતાફળ વગેરે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો અને વૃક્ષો કપાતા બચાવો. ફ્લોરા રિવર સાઈડની ટીમના કિશોરભાઈ વિરમગામા, સુભાસ ભાઈ, અમિત ભાઈ, મનોજ ભાઈની ટીમે વૃક્ષો ના સારસંભાળ ની જવાબદારી લીધી છે. જયારે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ અને સાગરભાઈ કડીવાર, તેમજ યંગીસ્તાન ગ્રુપના નિર્મલસિંહભાઈ, આર્જવભાઈ, કશ્યપભાઈ, તેજશ ભાઈ, હાર્દિક ભાઈ, નીરવ ભાઈ સહિતના સભ્યોએ મળી ને વૃક્ષરોપણ કર્યું હતું. સાથે જ વધુ લોકો વૃક્ષારોપણ અભિયાન ચલાવી ને વૃક્ષો ઉછેરે તેવી અપીલ કરી હતી.
“સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણ”ના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તારીખ 10/01/2026ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત યુવા...
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખનસીંગ બઘેલ (ઉ.વ.૨૨) નામના યુવકે ઘરેથી પૈસા માગતા પૈસા ન આપતા મનોમન લાગી આવતા યુવકે માળીયા હાઈવે પર પી.બી. કોટન મીલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ...
મોરબી શહેરમાં અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના સિપાઇવાસ માતમચોક અંદરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સગીરાનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઇવાસમા માતમ ચોક અંદર રહેતા હલીમાબેન અહેમદભાઈ સમા (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ...