મોરબી: મોરબીમાં આડા સંબંધ રાખવાની ના પાડતા મહીલા ઉપર એક શખ્સે તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ લાયન્સનગર સતનામ તથા શીવ આરાધના એપાર્ટમેન્ટ તથા ડીલક્ષ પાન પાછળની છેલ્લી શેરી માં રહેતા ચેતનાબેન નેવીનભાઈ ગુજ્જરે (ઉ.વ.૩૦) આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા રહે શક્ત શનાળા લાયન્સનગર પાસેના ગોકુળનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીને તહોમતદાર સાથે આડા સબંધ હોય અને ફરીયાદીએ આ સબંધ નહી રાખવાનુ કહેતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી તકરાર કરી ગાળો બોલી તલવાર તથા પાઇપ વડે માથામા તથા પગમા ઇજા કરી ડાબા પગમા નળાના ભાગે ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને કુલ કિં રૂ.૭,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ...
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર બાબતે ખોટી શંકા કુશંકા કયી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના...